ભદ્રેશ્વરના ઉપસરપંચ પદે યુવા સભ્ય સર્વાનુમતે વરાયા

મુંદરા, તા. 30 : તાલુકાના ભદ્રેશ્વર ગામે તા.પં.ના પ્રતિનિધિના નવીનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી, જેમાં ભદ્રેશ્વરના ઉપસરપંચ મામદ ઈસ્માઈલ કુંભારના અવસાન પછી ખાલી પડેલી ઉપસરપંચની જગ્યા પર  ભદ્રેશ્વરના યુવા સદસ્ય મનહર વાલજી મોખા (ભોલાભાઈ)ની સર્વાનુમતે નિમણૂક કરાઈ હતી. મનહર વાલજી મોખાએ ગામના વિકાસ કામોમાં પોતાનું યોગદાન આપવાની ખાતરી આપી હતી. બેઠકમાં સરપંચ નિર્મળસિંહ બી. જાડેજા, તા.પં. સદસ્ય પ્રદ્યુમનસિંહ બી. જાડેજા દ્વારા માર્ગદર્શન અપાયું હતું. ગ્રા.પં. સદસ્યો પ્રતિપાલસિંહ જાડેજા, જમનાદાસ મહેશ્વરી, મુસા આમદ માંજલિયા, સહદેવસિંહ જાડેજા, મામદશા મલુકશા પીર તેમજ ગ્રામજનોએ ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer