કચ્છ યુનિ. દ્વારા પ્રવેશની તારીખો લંબાવવા નિર્ણય

ભુજ, તા. 30 : વખતો વખતની રજૂઆત બાદ યુજી-પીજી સેમેસ્ટર-1 માટે એડમિશન એપ્લિકેશન પોર્ટલ (જગ્યાઓ બાકી હોય તે કોલેજ/ભવન માટે જ) તા. 1-10થી 7-10-2020 સુધી પ્રવેશ ખોલવામાં આવશે. અગાઉની અરજીઓ નિયમાનુસાર પૂર્ણ થયા બાદ ખાલી જગ્યાઓ પર આવા વિદ્યાર્થીઓને એડમિશન આપી શકાશે. આચાર્યો અને ભવનોના અધ્યક્ષોને મળેલી સૂચના મુજબ યુજી/પીજી સેમેસ્ટર 3/5/7/9ના કોઇપણ બાકી રહેતા વિદ્યાર્થીઓની ફી બાકી હોય તો તા. 1-10થી 7-10 દરમ્યાન અચૂક ભરાવી લેવાની રહેશે તથા ડેટા સિંક કરી લેવાનો રહેશે. બાહ્ય અભ્યાસક્રમો માટેના એડમિશનની તારીખ 1-10થી 10-10-20 (લેટ ફી વગર) તથા તા. 11-10થી 15-10-20 દરમ્યાન (લેટ ફી સાથે) ઓપન કરવામાં આવશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer