વરમસેડા ગામે ગળેફાંસો ખાઇ પ્રૌઢ શખ્સનો અકળ આપઘાત

ભુજ, તા. 30 : નખત્રાણા તાલુકાના વરમસેડા ગામના 50 વર્ષની વયના પાલા હાજા જયપાલે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગઇકાલે સવારે નવ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા દરમ્યાન મરનારે આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. આ હતભાગી પ્રૌઢ તેના ઘરમાંથી લાકડાની આડીમાં રસ્સી વડે ફાંસો ખાધેલા મળી આવ્યા હતા. આ પછી તેમને દવાખાને ખસેડાયા ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.  બનાવ પછવાડેના કારણો હજુ સ્પષ્ટ થયાં નથી. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer