24 કલાક રોડલાઇટની સેવા આપતી અંજાર નગરપાલિકા

અંજાર, તા. 30 : આ શહેરને ઐતિહાસિક અંજાર શહેરનો વિશેષ દરજ્જો પ્રાપ્ત થયો છે. છેલ્લાં 25 વર્ષથી અંજાર નગરપાલિકા પર ભાજપનું શાસન છે. ગત સામાન્ય સભામાં રોડલાઇટ રિપેરીંગનો અહેવાલ રજૂ કરતા વિપક્ષ દ્વારા સવાલ પૂછવામાં આવ્યો કે લાઇટ ખરાબ થવાનું કારણ શું ત્યારે હાઇ વોલ્ટનું બહાનું ધરવામાં આવતાં પૂર્વ વિપક્ષી નેતા જીતેન્દ્ર ચોટારા દ્વારા દિવસે ચાલુ લાઇટનો ફોટો બતાવાતાં સભામાં સત્તાપક્ષના સભ્યો ભોંઠા પડી ગયા હતા. વિપક્ષ દ્વારા જણાવાયું હતું કે પીજીવીસીએલની લાઇનમાંથી સીધું કનેકશન જોડી અંજાર નગરપાલિકા ચોરી કરી રહી છે તેમજ સમગ્ર ગુજરાતમાં 24 કલાક રોડલાઇટ સેવા આપતી પ્રથમ અંજાર નગરપાલિકાને બેસ્ટ એવોર્ડ માટે ગુજરાત સરકારમાં રજૂઆત કરવામાં આવે તેવું કટાક્ષમાં કોંગ્રેસી કાઉન્સિલર શ્રી ચોટારાએ ઉમેર્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer