અંજારના રોટરી સર્કલથી વીર ભગતસિંહ માર્ગની સુધારણા કરો

અંજાર, તા. 30 : નયા અંજાર મર્ચન્ટ એસો. તરફથી નગરપાલિકાને રજૂઆત કરાઈ હતી. બસ સ્ટેશન સામે આવેલા રોટરી સર્કલથી વીર ભગતસિંહ માર્ગ હાલ અતિ-વરસાદના કારણે ધોવાઈ ગયો છે. આ આખા માર્ગમાં મોટા-મોટા ખાડા વરસાદના કારણે પડી ગયા છે અને બાજુમાં બનેલી ફૂટપાથને પણ નુકસાન થયુ છે. જેના કારણે નાના-મોટા અકસ્માતો સર્જાય છે.મુખ્ય માર્ગ હોવાથી ખૂબ જ ટ્રાફિકની સમસ્યા પણ રહે છે, જેથી પણ આ માર્ગનું તાત્કાલિક યુદ્ધના ધોરણે નવીનીકરણ કરવા તથા તેની ફૂટપાથ પણ બિસ્માર હાલતમાં હોવાથી તાત્કાલિક મરંમત કરવા એસોના પ્રમુખ કલ્પેશ જે. ઠક્કરે અનુરોધ કર્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer