કોરોના વચ્ચે પણ માનવજ્યોતે 1પ બિનવારસુ મૃતદેહના અગ્નિસંસ્કાર કર્યા

ભુજ, તા. 30 : માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોરોના સંકટમાં 1પ બિનવારસ લાશોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. બિનવારસ લાશો ઓળખવિધિ માટે રાખયા બાદ તેઓનું કોઈ સગું-સંબંધી ન મળતા, પોલીસ રિપોર્ટ અને મૃત્યુ પ્રમાણપત્ર માનવજ્યોત સંસ્થા ભુજને આપવામાં આવતાં સંસ્થાના  પ્રબોધ મુનવર, રફીક બાવા, રસિક જોગી, વિક્રમ સથવારાએ શાત્રોક્તવિધિ સાથે તેઓની અંતિમક્રિયા કરી હતી.માનવતાના આ કાર્યમાં રોટરી ફ્લેમિંગો ચેરિટેબલ સોસાયટી, ભુજ નગરપાલિકા સ્વર્ગ પ્રયાણધામ ગેસ આધારિત ખરીનદી સ્મશાનગૃહે સહકાર આપ્યો હતો. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અત્યાર સુધીમાં 531 બિનવારસ લાસોની અંતિમક્રિયા કરવામાં આવી છે. દરેકના મૃત્યુના પ્રમાણપત્રો તથા પોલીસ રિપોર્ટ સાચવી રાખવામાં આવ્યા છે. અસ્થિઓ માટલામાં ભરી રાખવામાં આવે છે. દર વર્ષે શાત્રોક્તવિધિ સાથે અસ્થિઓ ધ્રબુડી પાસે દરિયા કિનારે વિસર્જન કરવામાં આવે છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer