ગાંધીધામ સંકુલમાં કોરોના સારવારની સુવિધામાં વધારો:કુલ 375 બેડ થશે

ગાંધીધામ સંકુલમાં કોરોના સારવારની સુવિધામાં વધારો:કુલ 375 બેડ થશે
ગાંધીધામ,તા.25: કોરોના સંક્રમિતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે નાગરિકોને સારી  આરોગ્યલક્ષી સુવિધા ઉપલ્બધ કરાવવાના હેતુસર વહીવટી તંત્ર ધ્વારા ગાંધીધામમમાં 75 બેડ અને  અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં 100 બેડ ના કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોરોના વાયરસના આગમનની માહીતી મળતાની સાથે સરકારની માર્ગદર્શિકા અને સુચના મુજબ પૂર્વ કચ્છમાં કોરોના સારવાર માટે આરોગ્યલક્ષી સુવિધા વિકસાવવામાં આવી હતી. અલબત વર્તમાન સમયમાં કોરોના વધુ લોકોને ભરડામાં લીધા છે. આ સ્થિતીમાં લોકોને પૂરતા પ્રમાણમાં સારવાર મળી તે દિશામાં તંત્ર ધ્વારા સતત મનોમથંન કરી નવી સુવિધાઓ પણ વિકસાવવામાં આવી છે. સમયાંતરે ઉચ્ચકક્ષાના અધિકારીઓઁએ સ્થળ મુલાકાત લઈ કામગીરી  સમીક્ષા પણ કરી છે. તાજેતરમાં ગાંધીધામમાંઆવેલી સેન્ટ જોસેફ હોસ્પિટલમાં 75 બેડની અદ્યતન કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી જેમાં ખાનગી તબીબોની ટીમ દર્દીઓને સારવાર આપશે. આ ઉપરાંત અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં આવેલી લીલાશાહ  કુટીયા ખાતે કોરોના 100 દર્દીઓને સારવાર અપાય તે માટે કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેર સેન્ટરમાં આરોગ્ય વિભાગના 12 જેટલા કર્મચારીઓનો સ્ટાફ તૈનાત કરાશે તેવું ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી ડો.દિનેશ સુતરીયાએ જણાવ્યું હતું. હાલમાં સેન્ટ જોસેફમાં 3 અને  લીલાશાહમાં 2 લોકો સારવાર તળે હોવાનું આરોગ્યવિભાગે જણાવ્યુ હતું.નોંધપાત્ર છે કે ડીપીટીની ગોપાલપુરી સ્થિત હોસ્પિટલને 55 બેડની કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવા માટે હાલમાં ઓકિજનની લાઈનફીટીંગનું  કામ ચાલી રહ્યું છે. આ માટે જરૂરી કામગીરી પૂર્ણ બાદ આ આરોગ્ય કેન્દ્રમાં કોવિડ સારવાર શરૂ કરવામાં આવશે. નવી હરિઓમ હોસ્પિટલ અને સ્ટર્લિંગ કોવિડ આરોગ્ય કેન્દ્રમાં બેડની સંખ્યા વધારવાની દિશામાં આયોજન ચાલી રહ્યંy હોવાનું જાણકારોએ ઉમેર્યું હતું. આગામી સમયમાં સ્થિતીને પહોંચી વળવા માટે જૂની હરિઓમ હોસ્પિટલમાં 55 બેડ, નવી હરિઓમ હોસ્પિટલમાં 34 બેડ, રામબાગ સરકારી આરોગ્ય કેન્દ્રમાં  20 બેડ, સેન્ટ  જોસેફમાં 75 બેડ, લીલાશાહમાં 100 બેડ તથા ખાનગી સ્ટર્લિગ હોસ્પિટલમાં 36 બેડની, ગોપાલપુરી હોસ્પિટલમાં 55 બેડ સાથે કુલે 375 દર્દીઓને સારવાર આપવા માટે આયોજન કરાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer