રેન્જ કચેરીએ દારૂ-બિયર પકડયો...

રેન્જ કચેરીએ દારૂ-બિયર પકડયો...
બનાસકાંઠા જિલ્લામાં થરાદ પોલીસ મથકની હદના પીલુડા ગામની સીમમાંથી દોઢ લાખની કિંમતના અંગ્રેજી પ્રકારનો દારૂ અને બિયરના ટીન ભરીને જતી બોલેરો જીપકાર પોલીસદળની રેન્જ કચેરીના રેપિડ રિસ્પોન્સ સેલની ટુકડીએ પકડી પાડયા હતા. બાતમીના આધારે આ કિસ્સામાં પોલીસે નાકાબંધી કરી હતી. જેનો ખ્યાલ આવી જતાં બોલેરો પાછી વાળીને ભગાડી મુકાઇ હતી. પણ માર્ગમાં પશુઓ આવતાં આ વાહન બેકાબૂ બની રસ્તો ઊતરી થાંભલામાં અથડાઇ ઝાડીઓમાં ઘૂસી ગયું હતું. ચાલક વાહન છોડી નાસી ગયો હતો. આઇ.જી. જે.આર. મોથાલિયાનાં માર્ગદર્શન તળે ભુજ સાયબર સેલના ઇન્સ્પેક્ટર બી.એસ. સુથાર અને આર.આર. સેલના ફોજદાર પી.કે. ઝાલા સાથે સ્ટાફના સભ્યો કાર્યવાહીમાં જોડાયા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer