કચ્છી અધિકારી અને ટીમે 64 લાખનો દારૂ ઝડપ્યો....

કચ્છી અધિકારી અને ટીમે 64 લાખનો દારૂ ઝડપ્યો....
પડોશી જિલ્લા બનાસકાંઠામાં રાજય બહારથી ભારતીય બનાવટના અંગ્રેજી પ્રકારના શરાબની રૂા. 64.33 લાખની કિંમતની 14868 બાટલી ભરીને આવી રહેલા ટેન્કરને પાંથાવાડા પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર મૂળ કચ્છ જિલ્લાના વતની મોહમદફિરોઝ એમ. કુરેશી અને તેમના સ્ટાફના સભ્યોએ પકડી પાડયું હતું. ગુંદરી ચેકપોસ્ટ ખાતે વાહનોની તપાસણી દરમ્યાન દારૂ ઘુસાડવાની આ મોટી પ્રવૃત્તિ ઝડપી પડાઇ હતી. ટેન્કરના ચાલક રાજસ્થાનના બારમેડના વતની હનુમાનરામ રૂપારામ વનારામ જાટ ચૈધરીની ધરપકડ કરાઇ હતી. રૂા. 10 લાખનું ટેન્કર પણ કબજે કરાયું હતું. પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથાલિયા, એસ.પી. તરૂણકુમાર દુગ્ગલ અને મદદનીશ પોલીસ અધિકારી પૂજા યાદવના માર્ગદર્શન તળે આ કામગીરી કરાઇ હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer