બે જૂથના ટકરાવથી મુંદરા અદ્ધર જીવે....

બે જૂથના ટકરાવથી મુંદરા અદ્ધર જીવે....
મુંદરા ખાતે નદીવાળાં નાકાં વિસ્તારમાં બે બાઇક ટકરાવાના મુદે બે જૂથ વચ્ચે ઊભાં થયેલાં ઘર્ષણ થકી સમગ્ર નગરનો જીવ અદ્ધર થઇ ગયો હતો. આ ઘટના બાદ એક જૂથના કેટલાક સભ્યો હથિયારો સાથે જાહેર માર્ગ ઉપર આવી જતાં ભયની લાગણી પણ સર્જાઇ હતી. અલબત્ત પોલીસે સમયસરનાં પગલાં લઇ બંદોબસ્ત ગોઠવી દેવા સાથે હરકતમાં આવતાં મામલો વકરતો અટકયો હતો. બનાવ બાબતે પોલીસે ચાળીસેક જણનાં ટોળાં સામે ગુનો નોંધ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer