`ભુજ : ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'' હવે ડિસેમ્બરમાં હોટસ્ટાર પર રિલીઝ થશે

`ભુજ : ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'' હવે ડિસેમ્બરમાં હોટસ્ટાર પર રિલીઝ થશે
મુંબઈ, તા. 25 : માધાપરની વીરાંગનાઓએ 1971ના ભારત અને પાકિસ્તાન યુદ્ધ વખતે દાખવેલા અપ્રતીમ શૌર્યને ઉજાગર કરતી અજય દેવગણની ફિલ્મ ભુજ : ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા હવે ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર ડિસેમ્બરમાં રિલીઝ કરાશે તેવા હેવાલ છે. 19મી સપ્ટેમ્બરથી યુએઈમા શરૂ થઈ ચૂકેલી આઈપીએલને લીધે ભુજ : ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા, લક્ષ્મીબોમ્બ અને ધ બિગ બુલ જેવી મહત્ત્વની ફિલ્મોએ પોતાની રિલીઝની તારીખ પાછળ ઠેલવી પડી છે. દેવગણ ઉપરાંત સંજય દત્ત અને સોનાક્ષી સિન્હાને ચમકાવતી  ભુજ ફિલ્મ અગાઉ 14મી ઓગસ્ટે રિલીઝ કરવાની તૈયારી હતી, પણ કોરોનાના કહેરને લીધે તે નવેમ્બરમાં રિલીઝ કરવાની તૈયારી હતી પણ હવે તે ડિસેમ્બરમાં જ ડિઝની પ્લસ હોટસ્ટારમાં રિલીઝ થાય તેવી શક્યતા છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer