આદિપુરની તોલાણી પોલીટેકનિક કોલેજના 10 વિદ્યાર્થીઓ રાજ્યના ટોપ ટેનમાં આવ્યા

આદિપુરની તોલાણી પોલીટેકનિક કોલેજના 10 વિદ્યાર્થીઓ રાજ્યના ટોપ ટેનમાં આવ્યા
ગાંધીધામ, તા. 25 : વિશ્વ અને રાષ્ટ્રમાં ફેલાયેલી કોરોના મહામારી વચ્ચે શિક્ષણનું કાર્ય વિના અવરોધે ઓનલાઈન ચાલુ છે. ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી દ્વારાડિપ્લોમા ઈજનેરીના છઠ્ઠા સેમેસ્ટરની ઓનલાઈન પરીક્ષા યુજીસીની માર્ગદર્શિકા મુજબ લેવામાં આવી હતી. જેના પરિણામમાં આદિપુરની તોલાણી પોલીટેકનિક કોલેજનો દબદબો જારી રહ્યો છે. 10 વિદ્યાર્થીઓએ રાજ્યના ટોપ ટેનમાં સ્થાન હાંસલ કર્યું હતું. કોલેજના આચાર્ય પ્રો. જે.કે. રાઠોડના જણાવ્યા પ્રમાણે બ્રાન્ચવાઈસ ટોપ ટેનમાં કોલેજના વિદ્યાર્થીઓઁએ મેદાન માર્યું છે. સી.એ.સી.ડી.ડી.એમ. વિભાગની પાંચ વિદ્યાર્થિનીઓ જિનલ વાણિયા, ઉર્મિ સથવારા, સુનીતા ચાવડા, પ્રાચી સુથાર, રમીલા પ્રજાપતિ, બીજા તબક્કાની પરીક્ષામાં સી.એ.સી.ડી.ડી.એમ.વિભાગની વિદ્યાર્થિનીઓ સ્મૃતિ શર્મા, આરતી દહીંસરિયા, મિકેનિકલ શાખાના તુષાર પેડવા અને સિવિલ શાખાના  મોહિત ઈસરાણી અને જય પીઠડિયાએ રાજ્યના ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું હતું. ગ્રાન્ટ-ઈન-એઈડવિભાગના મિકેનિકલ શાખાના વિદ્યાર્થીઓ શુભમ સિંઘ, ઠાકુર વિશાલ, કૃણાલ પરમાર, ખ્યાત અંજારિયા, સારાંશ કોયઠ, આશિષ પ્રજાપતિએ, ઈલેક્ટ્રીકલ શાખાના નીલેશ ખોડિયારે  જ્યારે સ્વનિર્ભર વિભાગના કોમ્પ્યુટર વિદ્યાશાખાના શિવાની હડિયા, ઓઝા સ્નેહલ, મિકેનિકલ શાખાના જતિન રાણા,  સમા સમીરે 10માંથી 10 એસ.પી.આઈ. મેળવ્યા હતા.  બીજા તબક્કાની લેવાયેલી ઓનલાઈન પરીક્ષાના જાહેર થયેલાં પરિણામમાં ગ્રાન્ટ-ઈન-એઈડની મિકેનિકલ શાખાના મેહુલ બોચિયા, ઋત્વિક ગાગલ, વિવેક હડિયા, ભરત જાટિયા, ધર્મિલ જેઠવા, અમન યાદવ, રાહુલ આયર, તુષાર પેડવાએ, ઈલેક્ટ્રીકલ શાખાના આશિષ છાંગા, ઈબ્રાર ધુનિયા, કૌશિક મુખર્જી, અક્ષયરાજ શાહ, સાગર ઠાકોર, બ્રિજેશ ઠક્કર, ભાર્ગવ છાભૈયા, રાહુલ કોચરાણીએ, સિવિલ વિદ્યાશાખાના સેતુ પાતાળિયા, જય પીઠડિયા, જાનકી રામાનુજ, આશિષ છતાણી, મોહિત ચોટારા, રમેશ ડાંગર, સુમનબેન ગોસ્વામી, મોહિત ઈસરાણી, નિશાંત મકવાણા, જયેન્દ્રસિંહ જાડેજાએ જ્યારે સ્વનિર્ભર વિભાગના મિકેનિકલ શાખાના ધીરજ લાલવાણી, હિંમત, પાર્થ ખતવા, પપ્પુ મેઘવાળ, જીતેશ મારૂ, અજય ભાનુશાલી, ભાવેશ માલી, કોમ્પ્યુટર શાખાના અભિષેતસિંઘ ખત્રી, હેત મામતોરા, નેહા પટેલ, પ્રતીક કરના, ધાર્મિક રાવલ, જિનલ આહીર, અભિ પટેલએ, ઈલેક્ટ્રીકલ વિભાગના મહેશ ભવ્ય, જેકી મહેતા અને મોહિત ચતવાણીએ 10માંથી 10 એસ.પી.આઈ. મેળવ્યાછે. જીસીબીના પ્રમુખ અંજના  હજારે, ઓનરરી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એલ.એચ. દરિયાની, વહીવટી અધિકારી પ્રો. વેંકટેશ્વરલૂએ તમામ વિદ્યાર્થીઓ અને કોલેજના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer