ગવાસ્કરની કોમેન્ટ પર અનુષ્કાનો આકરો જવાબ

નવી દિલ્હી, તા.2પ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મહાન બેટ્સમેન અને કોમેન્ટેટર સુનિલ ગવાસ્કરએ આઇપીએલના ગુરૂવારે રમાયેલા મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીના ખરાબ પ્રદર્શન પર અણછાજતી ટિપ્પણીના ઘેરા પડઘા પડયા છે અને વિવાદ સર્જાયો છે. કોહલીએ પંજાબના સુકાની રાહુલના બે આસાન કેચ પડતા મુકયા હતા અને બેટિંગમાં પણ નિષ્ફળ રહ્યો હતો. આ મેચમાં સુનિલ ગવાસ્કરે કોમેન્ટ્રી દરમિયાન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા પર એક કોમેન્ટ કરી હતી. ગવાસ્કરે એવી કોમેન્ટ કરી હતી કે લોકડાઉન દરમિયાન તો કોહલીએ અનુષ્કાની બોલિંગનો જ સમાનો કર્યોં છે ને.  તેમની આ કોમેન્ટ પર ઘણી ટીકા થઇ છે. ગવાસ્કરને કોમેન્ટ્રી પેનલમાંથી દૂર કરવાની પણ માગ ઉઠી છે. આ મુદ્દે અભિનેત્રી અને વિરાટની પત્ની અનુષ્કા શર્માએ જવાબ આપતા કહ્યંy છે કે મિસ્ટર ગવાસ્કર આપે આટલા વર્ષો લોકોની અંગત જિંદગીનું સન્માન કર્યું. આપને નથી લાગતું કે આ વાત આપે અમારા વિશે કાયમ રાખવી જોઇએ. અનુષ્કાએ તેની ઇંસ્ટા સ્ટોરીમાં વધુમાં કહ્યંy છે કે તમે પતિની રમત પર તેની પત્ની પર આરોપ લગાવો તે કેટલો વાજબી છે. પહેલેથી જ મને વિરાટની સારા-નરસા દેખાવ માટે નિશાન બનાવવામાં આવે છે. હવે આ 2020 છે. આપનું નામ આ ભદ્રજનોની રમતમાં મહાન છે. હું બસ આપને બતાવવા માગુ છું કે મારી લાગણી શું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer