વરસામેડી નજીક અજ્ઞાત વાહનની હડફેટે યુવાનનું મોત

ગાંધીધામ,તા.25:અંજાર તાલુકાના વરસામેડી નજીક અજાણ્યા વાહનની હડફેટે ચડતા વેલા ભવાનભાઈ કોળી નામના યુવાનનું મોત થયું હતું.ભચાઉ તાલુકાના સુખપર ગામમાં રહેનારા ગોવિંદ અરજણ ઠાકોર અને વેલાભાઈ ગત તા.23-9ના અંજાર આવવા નિકળ્યા હતાં. બાઈક નંબર જી.જે.12.ડી.સી.1142થી આ બન્ને યુવાનો કામ પતાવીને પરત જઈ રહયાં હતાં તે દરમ્યાન વરસામેડી નજીક વેલસ્પન કંપની સામે પાછળ થી આવતા કોઈ અજાણ્યા વાહને તેમનાં બાઈકને હડફેટમાં લેતા આ બન્ને યુવાનોને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી.જેમાં વેલાભાઈનું મોત થયું હતું જયારે ફરીયાદી એવા ગોવિંદ ઠાકોરને વધુ સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ બનાવ અંગે પોલીસે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer