2000ના કેસ તરફ આગળ ધપતો કોરોનાનો આંક

ભુજ, તા. 25 : કચ્છમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 2000ના આંક તરફ ઝડપભેર ગતિ કરી રહ્યો છે. આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા અનુસાર નવા 30 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 1971 પર પહોંચી ગયો છે. સંભવત બે એક દિવસમાં આંકડો 2000ને સ્પર્શે તેવી શક્યતાને નકારાતી નથી. જિલ્લામાં હાલ કોરોના એક્ટિવ કેસ 382 છે. આજે વધુ 28 દર્દીઓને રજા અપાઈ છે. અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓનો આંકડો 1455 જેટલો થયો છે. ગુરુવારે સત્તાવાર રીતે બે મોત સાથે કુલ મૃતાંક 64 પર પહોંચ્યો છે.જિલ્લાની કોવિડ હોસ્પિટલની સ્થિતિની વાત કરીએ તો હાલ જિલ્લામાં 500 જેટલા બેડ ખાલી હોવાનું તંત્ર દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer