ભુજના એપાર્ટમેન્ટમાં અનેક કેસ છતાં `સીલ'' નથી થયું

ભુજ, તા. 25 : શહેરના નાના વોકળા વિસ્તારમાં આવેલાં મથુરા એપાર્ટમેન્ટમાં બે ચાર કોરોના કેસ આવવા છતાં તંત્ર દ્વારા બિલકુલ દરકાર ન કરાતી હોવાની આસપાસના રહીશોએ હૈયાવરાળ કાઢી હતી. રહેવાસીઓએ જણાવ્યું હતું કે, ત્રણેક કેસ મથુરા એપાર્ટમેન્ટમાં છે, છતાં તેને સેનિટાઇઝ કે સીલ કરવાનું કોઈને સૂઝ્યું નથી. આ ઉપરાંત બાજુમાં પણ કેસ દેખાયા છે. હવે થયું એવું છે કે, સાજા સારા પરિવારો છે, તે લોકો કન્ટેઈનમેન્ટના નિયમો પાળીને ઘેર બેસી ગયા છે. જયારે જેમના ઘેર કેસ છે, તેમના પરિવારજનો છૂટથી નોકરી ધંધો કરતા હોવાથી ચકચાર જાગી છે. મજાની વાત એ છે કે, સામે જ અર્બન ડિસ્પેન્શનરી આવેલી છે, તેમની નજર સામે જ આ સિનારિયો જોવા મળે છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer