લુડબાયમાં જીપકાર હડફેટે માસૂમ બાળકનું તત્કાળ મોત

ભુજ, તા. 25 : નખત્રાણા તાલુકાના નાની બન્ની વિસ્તારના લુડબાય ગામે મહિદ્રા સ્કોરપીયો જીપકારની હડફેટે આવી જવાથી માથામાં ગંભીર ઇજાઓ પામેલા પાંચ વર્ષની વયના આગાખાન રઝાકમામદ જતનું તત્કાળ મૃત્યુ થયું હતું.  નરા પોલીસે આપેલી માહિતી મુજબ હતભાગી આગાખાન લુડબાય ગામે મસ્જીદ પછવાડે રમી રહ્યો હતો ત્યારે તેને આ અકસ્માત નડયો હતો. બનાવ બાદ સ્કોરપીયોનો ચાલક ગામનો સલીમ મામદ જત નાસી ગયો હતો તેવું મૃતકના પિતા રઝાકમામદ ઉડાના જતે ફરિયાદમાં લખાવ્યું હતું. નરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer