કોરોનાએ સ્ટેશનરીના વ્યવસાયને મોટો ફટકો પહોંચાડયો

માધાપર (તા. ભુજ), તા. 25 :?કોરોના મહામારીનો ભોગ આમ તો દરેક ધંધાર્થી બન્યો છે પરંતુ સૌથી વધુ અસરની અને લાંબાગાળાને ધ્યાનમાં રાખીને જોઈએ તો સૌથી વધુ માર સ્ટેશનરીવાળાઓને પડયો છે. એમાં પણ નાના ગામમાં સ્ટેશનરીની શોપ ચલાવીને પેટિયું રળતા વેપારીઓની હાલત કફોડી બની છે.માર્ચ મહિનામાં કોરોનાને કારણે લોકડાઉનની શરૂઆત થઈ અને બધાની સાથે સ્ટેશનરીના ધંધાર્થીની તેજી ચાલતી હોય પણ લોકડાઉનને કારણે નિશાળો બંધ હોતાં અને હજુ સુધી નિશાળો બંધ હોવાને કારણે છેલ્લા સાત-આઠ માસથી ધંધા સાવ ઠપ પડયા છે. સ્કૂલો અને વિદ્યાર્થી આધારિત વસ્તુ વેચતા સ્ટેશનરીના ધંધાર્થીઓની હાલત વધુ કફોડી બની છે. હળવે હળવે લોકડાઉન બાદ જનજીવન થાળે પડતું જાય છે. કોરોનાના કેસોની વચ્ચે ધંધા રોજગારો ખૂલી ગયા છે અથવા ખોલવા પડયા છે. અર્થતંત્રને તો પાટે ચડાવવાનું છે, સાથે સાથે પોતાના ઘરનું તંત્ર પણ ચલાવવાનું છે. પાંખી હાજરી વચ્ચે દુકાન ખોલીને આજે દરેક વેપારી ગ્રાહકની રાહ જોઈને બેસી રહ્યો છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુ સિવાયના દરેક વેપારીના ધંધાઓ 50 ટકાના પણ નથી રહ્યા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer