આજથી રવાપર ખાતે સરકારની ગાઈડલાઈન મુજબ ત્રિદિવસીય શિવ મંદિરનો પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

રવાપર (તા. નખત્રાણા), તા. 25 : અહીંના શિવશક્તિ ટ્રસ્ટ દ્વારા પાછલા સાત માસથી ગ્રામ્ય દેવતાના પવિત્ર કાશી વિશ્વનાથ મહાદેવ, ઉગમણા અને મેઈન બજાર હનુમાનજી અને મહાકાલી માતાજીના મંદિરનું સમારકામ અંદાજે 15 લાખ ઉપરાંતના ખર્ચે પૂર્ણ?થતાં ભગવાન શિવના સ્થાનકે ઉત્થાપન કરાયેલા ગણેશજી, હનુમાનજી, ભૈરવજીની પુન: પ્રાણપ્રતિષ્ઠા અને શિવમંદિર ખાતે હોમાત્મક લઘુરુદ્ર - બન્ને હનુમાન મંદિર ખાતે મારુતિ યજ્ઞ સાથે માતાજી મંદિર ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું છે. તા. 26ના સવારે દેવોનું આહ્વાન, સ્થાપન, મંગલાચરણ, વેદઘોષ,  તા. 27ના સવારે જલયાત્રા કુમારિકાઓના હસ્તે સંકટમોચન મહાપૂજા, તૈલ અભિષેક, યજ્ઞ પ્રારંભ, રુદ્રીપાઠ અને હોમાત્મક આહુતિ તા. 28ના ધ્વજારોહણ, શિખર અભિષેક, મૂર્તિપ્રતિષ્ઠા, દ્વારપૂજન, શ્રીફળ હોમ, આરતી થાળ, મહાપ્રસાદ યોજાશે. આ મહોત્સવમાં સમસ્ત ગ્રામજનો પોતાનો સહયોગ આપી રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer