છાડુરાની સીમમાં જુગારના દરોડામાં ત્રણ પકડાયા, અન્ય નવ પલાયન

ભુજ, તા. 25 : અબડાસાના છાડુરા ગામે સીમમાં બાવળની ઝાડી વચ્ચે રમાઇ રહેલા ધાણીપાસાના જુગાર ઉપર પોલીસે પાડેલા દરોડામાં ત્રણ આરોપી પકડાયા હતા. જયારે અન્ય છ ખેલી ભાગી ગયા હતા. પકડાયેલા ખેલૈયાઓ પાસેથી રૂા. 11600 રોકડા કબજે કરાયા હતા.  નલિયા પોલીસે બાતમીના આધારે ગઇકાલે સાંજે આ દરોડો પાડયો હતો. જેમાં નલિયાના રહેવાસી જાવેદ સુલેમાન સરકી, સલીમ હુશેન તુરીયા અને અલીમ આમદ ભજીરને પકડી પડાયા હતા. તેમની પાસેથી રૂા. 11600 રોકડા કબજે લેવાયા હતા. પોલીસ સાધનોએ આ વિગતો આપતાં જણાવ્યું હતું કે દરોડા સમયે નલિયાના જાવેદ આમદ સુરંગી, સિકંદર ઇબલા પરમાર, મુસા ઇસ્માઇલ સુમરા, ઇબ્રાહીમ ઇસ્માઇલ મંધરા, જુમા સોલંકી અને વિંગાબેરનો મદનાસિંહ બબભા સરવૈયા નાસી ગયા હતા. પોલીસે આ તમામ નવ આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer