ત્રણ ગંભીર ગુનાનો છ માસથી ભાગેડુ ભુજનો ઇસમ પકડાયો

ભુજ, તા. 25 : આ શહેરના બી. ડિવિઝન પોલીસ મથક ઉપરાંત વારાહી પોલીસ મથકમાં દાખલ થયેલા ત્રણ ગંભીર ગુનામાં છેલ્લા છ મહિનાથી ભાગતા ફરતા આરોપી ભુજના અને હાલે માધાપર રહેતા રફીક મામદ લાખાને પોલીસદળની રેન્જ કચેરીની ટુકડીએ પકડી પાડયો હતો. ભુજમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના અને દારૂના બે ગુના તથા વારાહીમાં દાખલ થયેલા ઉચાપતના કેસમાં આ આરોપી ભાગતો ફરતો હતો. તેના વિશે બાતમી મળ્યા બાદ રેન્જ કચેરીના આર.આર. સેલએ તેને ભુજની ભાગોળે માધાપર હાઇવે ઉપર નળવાળા સર્કલ ખાતેથી પકડી પાડયો હતો. કોરોના ટેસ્ટ બાદ તહોમતદારને બી. ડિવિઝન મથકના હવાલે કરાયો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer