કુકમાના હત્યાના પ્રયાસ અને ભારાપર સેનેટરી ખૂનકેસમાં જામીન નામંજૂર

ભુજ, તા. 25 : તાલુકાના કુકમા ગામે વૃદ્ધ ઉપર સ્કોરપીયો જીપકાર ચડાવીને તેમની હત્યાનો પ્રયાસ કરવાના ચકચારી કેસમાં આરોપી કુલદીપાસિંહ હનુભા રાઠોડની જામીન અરજી જિલ્લા અદાલતે નામંજૂર કરી હતી. તો બીજીબાજુ તાલુકામાં ભારાપર સેનેટરી નજીક મુંદરાના યુવકની હત્યાના કિસ્સામાં પણ એક આરોપીની નિયમિત જામીન અરજી નામંજૂર કરાઇ હતી. જિલ્લા અદાલત સમક્ષ મુકાયેલી આ જામીન અરજીની સુનાવણી અધિક સેશન્સ જજની કોર્ટ સમક્ષ થઇ હતી.સુનાવણીના અંતે વિવિધ કારણોસર જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો ન્યાયાધીશે આપ્યો હતો. આ સુનાવણીમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા અને ફરિયાદ પક્ષ વતી વકીલ તરીકે આર.એસ. ગઢવી રહ્યા હતા.બીજીબાજુ ભુજ તાલુકામાં ભારાપર ગામ નજીક સેનેટરી પાસે મુસ્તાકની હત્યા થવાના ચકચારી મામલામાં હસન અબ્દુલ્લ સતાર સમેજાની નિયમિત જામીન અરજી જિલ્લા અદાલતે નામંજૂર કરી હતી. આ સુનાવણીમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ પી.વી. વાણિયા અને ફરિયાદ પક્ષ વતી આર.એસ. ગઢવી રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer