યુનિ. રોજગાર માહિતી કેન્દ્રે યોજ્યો વેબિનાર

ભુજ, તા. 25: અહીંના યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરીશું ? વિષય અંતર્ગત નિષ્ણાત તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવા સાથે કારકિર્દીને લગતા અન્ય વિવિધ પ્રશ્નો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વેબિનારનું સંચાલન જગદીશ મારવાડા દ્વારા કરાયું હતું. દિનેશ પરમાર, નાયબ વડાએ પ્રવચન આપ્યું હતું. સમગ્ર વેબિનારના વક્તા ડો. ચિંતન વૈષ્ણવ દ્વારા વર્ગ 1,2,3 અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હત દિનેશ પરમાર દ્વારા વેબિનારનું સમાપન કરવા સાથે સૌનો આભાર વ્યક્ત કરાયો હતો. કાઉન્સેલર પ્રમોદ ઉપાધ્યાયે જહેમત ઉઠાવી હતી. ફેસબુક પર લાઈવ પ્રસારણ અંદાજે 800થી વધુ લોકોએ નિહાળ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer