ભુજના સંસ્કારનગરમાં ગટર લાઈનની મરંમતમાં સંખ્યાબંધ ફોનની લાઈન કપાતાં આક્રોશ

ભુજ, તા. 25: શહેરના સંસ્કારનગરમાં ગટર લાઈન બેસી જતા તેનું સમારકામ શરૂ થયુ તેમાં બી.એસ.એન.એલ.ના સંખ્યાબંધ ટેલિફોન અને બ્રોડબેન્ડ જોડાણ દિવસોથી કપાઈ જવાથી તેનો ફોલ્ટ નિવારવા કોઈ દરકાર નહીં કરાતા ગ્રાહકોમાં રોષ વ્યાપ્યો છે. સંસ્કારનગર , સિદ્ધિ વિનાયક કોલોની, સત્યમ કોલોની સહિતના ટેલિફોન , ઇન્ટર નેટ બધી સેવા દિવસોથી ઠપ્પ થતાં જોડાણધારકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમાંયે સમગ્ર શિક્ષણ અત્યારે ઓનલાઇન ચાલે છે ત્યારે આ સમસ્યા વિકટ પુરવાર થઇ છે. સતાવાળા તાત્કાલિક ફોલ્ટ નિવારે તેવી વ્યાપક માંગ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer