કીડાણામાં સાર્વજનિક પ્લોટને દબાવવાની પેરવીનો વિરોધ

ગાંધીધામ, તા. 25 :તાલુકાના કીડાણા ગામની સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં દબાણની પેરવી કરતા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા રહેવાસીઓ દ્વારા  ગ્રામપંચાયત સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.રેવન્યુ સર્વે નંબર 128માં આવેલા પૃથ્વી નગર કિસ્મત રેસીડેન્સીના પ્લોટ નંબર 1થી 10 પાછળ આવેલા સાર્વજનિક ગાર્ડન પ્લોટ નંબર-બીમાં માથાભારે તત્વો દ્વારા પેશકદમી કરવાની કોશિષ કરાય છે. એરિયાના રહેવાસીઓએ 1491.95 ચોરસ મીટરના પ્લોટ-એમાં  સિમેન્ટની ફોલ્ડીંગ દીવાલ લગાડી છે. પરંતુ પ્લોટ બીમાં કોઈ બાંધકામ કરાયું નથી. ધાર્મિક સામાજિક  કાર્ય માટે લોકોને ઉપયોગમાં આવે  તે હેતુથી આ પ્લોટ ખાલી રાખવામાં આવ્યો છે.સોસાયટીમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા લગાડવામાં આવી છે. પ્રતિમા લગાડવા માટે ઠરાવ કરવા પડે મંજુરી લેવી પડે તેવી કોઈ કાર્યવાહી સોસાયટીઓના રહેવાસીઓના ધ્યાનમાં નથી આવી. પ્રતિમા લાગી તેના સામે કોઈ વાંધો નથી. પરંતુ ખાલી જગ્યા જોઈને માથાભારે તત્વો પ્લોટની અંદર દબાણ કરવાની પેરવી કરી રહ્યા છે.. દબાણકારો કોઈ બાંધકામ ન કરે તે માટે સ્વૈચ્છાએ કાંટાની તારની ફેન્સીંગ કરવામાં આવી છે. આ તત્વો સામે કાર્યવાહી કરવા પત્રના અંતે માંગ કરાઈ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer