ભુજ-દાદર સયાજી એક્સ.માં વિરમગામને સ્ટોપ અપાયું

ગાંધીધામ, તા. 25 : તાજેતરમાં વિશેષ ટ્રેનની શ્રેણીમાં શરૂ થયેલી ભુજ દાદર એકસપ્રેસ ટ્રેનને ભચાઉ સામખિયાળી સ્ટોપેજ આપવાની માંગ વચ્ચે રેલવે પ્રશાસન દ્વારા વિરમગામ સ્ટોપ મંજૂર કરવામાં આવ્યું છે.  રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પાંચ મહિના જેટલા લાંબા સમય બાદ કચ્છ મુબઈ વચ્ચે શરૂ થયેલી ભુજ દાદર સ્પેશ્યલ ટ્રેનને આગામી 27 સપ્ટેમ્બરની વિરમગામ રેલવે સ્ટેશને સ્ટોપ આપવામાં આવશે.  09116 મધરાત્રે 3.47 વાગ્યે વિરમગામ પહોંચી વાગ્યે દાદર જવા રવાના થશે. જયારે 09115 ટ્રેન 00.56 વાગ્યે વિરમગામ પહોંચી 00.58 વાગ્યે ભુજ જવા રવાના થશે. પ્રવાસીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખી  આ નિર્ણય લેવાયો હોવાનું રેલવે દ્વારા જણાવાયું છે.  અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રેન ભુજ થી ઉપડયા બાદ સીધું ગાંધીધામ અને ત્યાર બાદ ધ્રાંગધ્રા સ્ટોપ છે. ભચાઉ કે સામખિયાળી સ્ટોપેજ ન અપાતા લોકોમાં નારાજગી ફેલાઈ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer