IPL -2020ની પહેલી સદી રાહુલના નામે

દુબઇ તા.24: આઇપીએલ-2020ની સિઝનની પહેલી સદી કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન કેએલ રાહુલે ફટકારી છે. આજના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરૂધ્ધના મેચમાં રાહુલ આતશી બેટિંગ કરીને 132 રને અણનમ રહ્યો હતો. આથી પંજાબે બેંગ્લોરના બોલરોની ધોલાઇ કરીને 20 ઓવરમાં 3 વિકેટે 206 રનનો જંગી જુમલો ખડકયો હતો. કેએલ રાહુલે 69 દડાની ઇનિંગમાં 14 ચોકકા અને 7 છકકાથી અણનમ 132 રન કર્યાં હતા. તે જયારે સદીની નજીક હતો ત્યારે આરસીબીના કપ્તાન વિરાટ કોહલીએ તેના બે લોલીપોપ કેચ પડતા મુકીને જીવતદાન આપ્યા હતા. જે બેંગ્લોરને ભારે પડયા હતા. રાહુલની ધૂંઆધાર બેટિંગને લીધે પંજાબે આખરી પ ઓવરમાં 80 રનનો ઉમેરો કર્યો હતો. રોયલ ચેલેન્જર્સના સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતીને પંજાબને દાવમાં ઉતાર્યું હતું. આજે પણ પંજાબની ટીમમાં કેરેબિયન કિંગ ક્રિસ ગેલને ઇલેવનમાં જગ્યા આપી ન હતી. પંજાબ તરફથી કેપ્ટન કેએલ રાહુલ અને ઇન ફોર્મ મયંક અગ્રવાલ વચ્ચે પહેલી  વિકેટમાં પ7 રનની ભાગીદારી થઇ હતી. આ જોડીને તોડવામાં આરસીબીના સ્ટાર સ્પિનર ચહલને સફળતા મળી હતી. ચહલે મયંકને 26 રને બોલ્ડ કર્યો હતો. તેણે 20 દડાની ઇનિંગમાં 4 ચોકકા ફટકાર્યાં હતા. જો કે સારી શરૂઆત છતાં પંજાબનું મીડલ ઓર્ડર તેનો ફાયદો ઉઠાવી શકયું ન હતું. નિકોલસ પૂરન (17) અને કાંગારૂ ફટકાબાજ મેકસવેલ (પ) નિષ્ફળ રહયા હતા. કરુણ નાયર 1પ રને નોટઆઉટ રહ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer