UAE માં મુંબઇની પહેલી જીતથી રોહિતે રાહતનો શ્વાસ લીધો

અબુધાબી, તા.24: મુંબઇ ઇન્ડિયન્સના કપ્તાન રોહિત શર્માએ યુએઇમાં ટીમની પહેલી જીતથી રાહતનો શ્વાસ લીધો છે. આ ઉપરાંતે તે 6 મહિના બાદ ક્રિઝ પર પર્યાપ્ત સમય વિતાવવાથી પણ ખુશ છે. રોહિતે પૂલ શોટનો સારો ઉપયોગ કરીને 80 રનની કેપ્ટન ઇનિંગ રમી હતી. આથી મુંબઇના પ વિકેટે 19પ રન થયા હતા. જવાબમાં કોલકતાની ટીમ 9 વિકેટે 146 રન જ કરી શકી હતી. આથી મુંબઇની 49 રને જીત નોંઘાઇ હતી. આ જીત બાદ રોહિતે કહ્યંy કે મેં પૂલ શોટ રમવાનો સારો અભ્યાસ કર્યોં હતો. હું 6 મહિનાથી ક્રિકેટ રમ્યો ન હતો. આથી ક્રિઝ પર સમય પસાર કરવો સારું લાગ્યું. મુંબઇની યુએઇમાં 6 મેચમાં આ પહેલી જીત છે. આ પહેલા 2014માં તમામ પ મેચ ગુમાવ્યા હતા અને વર્તમાન સિઝનમાં પહેલો મેચ ચેન્નાઇ સામે ગુમાવ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer