પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર ડીન જોન્સનું હૃદયરોગના હુમલાથી મુંબઇમાં નિધન

મુંબઇ, તા.24: મહાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને કોમેન્ટેટર ડીન જોન્સનું આજે ગુરૂવારે કાર્ડિયક અરેસ્ટ (હૃદયરોગનો તીવ્ર હુમલો)થી મુંબઇની એક હોટેલમાં નિધન થયું છે. પ9 વર્ષીય ડીન જોન્સ આઇપીએલની વર્તમાન સિઝનમાં સ્ટાર સ્પોર્ટસની કોમેન્ટ્રી ટીમ સાથે જોડાયેલા હતા અને મુંબઇમાં હતા. કોરોના મહામારીને લીધે આઇપીએલ ટી-20 લીગ યૂએઇમાં રમાઇ રહી છે. આથી ડીન જોન્સ અને અન્યો મુંબઇથી સ્ટૂડિયોમાંથી કોમેન્ટ્રી કરી રહ્યા હતા. જોન્સની સાથે બ્રેટ લી, સ્ટોક સ્ટાઇરીશ, બ્રાયન લારા, ગ્રીમ સ્વાન કોમેન્ટ્રી કરી રહ્યા છે. આઇપીએલના આજે છઠ્ઠા મેચ પૂર્વે ક્રિકેટ ચાહકો માટે આ દુ:ખદ સમાચાર સામે આવ્યા હતા. બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટસે ડીન માર્વિન જોન્સના નિધનની પુષ્ટિ કરતા કહ્યંy છે કે તેમનું હૃદયરોગના તીવ્ર હુમલાથી નિધન થયું છે. જોન્સના નિધન પર રવિ શાત્રી, સુનિલ ગવાસ્કર, વિરાટ કોહલી સહિતનાએ સંવેદના પ્રગટ કરીને શ્રધ્ધાંજલિ અર્પી છે. જોન્સના પાર્થિવ શરીરને ટૂંક સમયમાં તેમના વતન ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવશે. ડીન જોન્સે ઓસ્ટ્રેલિયા તરફથી પ2 ટેસ્ટ અને 164 વન ડે મેચ રમ્યા હતા. જેમાં તેમની 46.પપ અને 44.61ની સરેરાશ હતી. તેમના નામે ટેસ્ટમાં 11 અને વન ડેમાં 7 સદી છે. તેમની 1986ની ભારત સામેની મદ્રાસ ટેસ્ટની 210 રનની ઇનિંગને આજે પણ યાદ કરવામાં આવે છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer