માંડવીમાં નવા વર્ષના આરંભે નવો પુલ ધમધમી ઉઠશે

માંડવીમાં નવા વર્ષના આરંભે નવો પુલ ધમધમી ઉઠશે
કાઠડા (તા. માંડવી), તા. 24 : પ્રવાસન ક્ષેત્રે સતત ધમધમતા માંડવીના રૂકમાવતી પરના નવા પુલની કામગીરી સરકાર દ્વારા જારી છે અને દિવાળી સુધી પુલ તૈયાર થઇ જાય તેવું જાણવા મળે છે. રૂકમાવતી કાંઠાથી વિન્ડફાર્મ બીચ અને લાયજા રોડ-હેડ પોસ્ટ ઓફિસનો માર્ગ સતત વ્યસ્ત રહે છે અને નવો પુલ બની ગયે સૌને રાહત થશે. રૂકમાવતી કાંઠે આવેલ ઐતિહાસિક પુલની સમયમર્યાદા પૂર્ણ થઇ જતાં સરકાર દ્વારા અહીં 11 કરોડના ખર્ચે નવા પુલિયાનું કામ ધમધોકાર ચાલુ છે અને જે આવનારા નવાં વરસે દિવાળી સુધી કામ પૂર્ણ થઇ જશે અને લોકાર્પણ કરાય તેવી માહિતી તંત્રમાંથી જાણવા મળી છે. ચાલુ વરસે વધુ વરસાદના લીધે રૂકમાવતી કાંઠે ભારે વાહનોની અવરજવર માટે વૈકલ્પિક તરીકે બનાવાયેલો કોઝવે આ વરસે ભારે વરસાદને લીધે ત્રણથી ચાર વખત ધોવાઇ જતાં ફરીથી સમારકામ કરવું પડયું હતું. નવો પુલ બની જશે ત્યારે આ સમસ્યાનો પણ કાયમી નીવેડો આવી જશે અને વધુ વરસાદમાં આ કોઝવે નદીના પૂરના કારણે ધોવાણ થઇ જતાં અને પુલની અવધિ પૂર્ણ થઇ જતાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવાયો હતો. આ મોટાં વાહનોને પણ અન્ય રસ્તેથી બાયપાસ થવું પડતું હતું. ત્યારે આ પુલ બની જતાં પુન:?મોટાં વાહનોથી આ માર્ગ ધમધમતો થઇ જશે. વધુ માહિતી આપતાં આ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર કલ્પેશભાઇ, જુ. એન્જિનીયર મયંકભાઇ શાહે કહ્યું હતું કે, 11 કરોડના ખર્ચે આધુનિક ઢબે આ પુલનું નિર્માણ થઇ રહ્યું છે અને તા. 31/12 સુધી આ પૂર્ણ થઇ જશે. જો કોઇ?વિઘ્ન નહીં આવે તો દિવાળી બાદ નવાં વર્ષની શરૂઆતમાં જ આ પુલ લોકો માટે ખુલ્લો મુકાશે. તેમણે ઉમેર્યું હતું કે, આ પુલનું કામ વહેલું જ પૂર્ણ થઇ ગયું હોત પણ વરસાદની સમયમર્યાદા વધતાં અને કોરોનાના કારણે લોકડાઉન હોતાં અમુક સમય આ કામ બંધ?રહી જતાં થોડુંક મોડું થયું છે, પણ હવે જેમ બને તેમ પૂરી મજબૂતી સાથે નવા વર્ષમાં આ પુલ ફરીથી ધમધમતો થઇ જશે અને કોઝવેની સમસ્યાનો કાયમી નિકાલ આવી જશે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer