અમેરિકામાં કચ્છી અગ્રણીને `ગાર્ડિયન ઓફ સ્મોલ બિઝનેસ'' એવોર્ડ જાહેર

અમેરિકામાં કચ્છી અગ્રણીને `ગાર્ડિયન ઓફ સ્મોલ બિઝનેસ'' એવોર્ડ જાહેર
ભુજ, તા. 22 : મૂળ અહીંના અને અમેરિકાના ઓહાયો સ્ટેટમાં રહેતા નીરજ અંતાણીને અમેરિકાનો પ્રતિષ્ઠિત `ગાર્ડિયન ઓફ સ્મોલ બિઝનેસ' એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. નીરજ અંતાણીને અમેરિકાના ઓહાયો સ્ટેટના નાના ઉદ્યોગકારોને મદદરૂપ બનવાના પ્રસંશનીય કાર્ય માટે આ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. અમેરિકાના નાના ઉદ્યોગકારો ઉપર લદાયેલા વધારાના ટેકસ સામે તેમણે જબ્બર વિરોધ નોંધાવી રાજ્યના સત્તાધીશોને આ કર પરત ખેંચી લેવા મજબૂર કર્યા હતા. તેમની આ કામગીરી સબબ તેમને નાના ઉદ્યોગકારોના અર્થતંત્રનાં એન્જિન સમાન ગણાવાયા છે. નીરજ મૂળ ભુજના વતની છે અને હાલે તેઓ અમેરિકાના ઓહાયો સ્ટેટમાં રહે છે, તેઓ ઓહાયો સ્ટેટ એસેમ્બલીના સભ્ય છે અને અમેરિકાની આગામી ચૂંટણીમાં પણ તેઓની પસંદગી અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે તાજેતરમાં જ જાહેર કરવામાં આવી છે. તેઓ ભુજના લક્ષ્મીલાલ મગનલાલ અંતાણીના પૌત્ર અને જયમીનભાઈના પુત્ર છે. કચ્છ  રાજ્યના સ્ટેટ એન્જિનીયર હરિપ્રસાદ અંતાણીના પરિવારના તેઓ સભ્ય છે. તેમને આ એવોર્ડ બદલ અભિનંદન મળી રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer