ગાંધીધામની લાયોનેસની ઓનલાઈન ગાયન સ્પર્ધા યોજાઈ

ગાંધીધામની લાયોનેસની ઓનલાઈન ગાયન સ્પર્ધા યોજાઈ
ગાંધીધામ, તા. 24 : અહીંની લાયોનેસ કલબ દ્વારા ઓનલાઈન ગાયન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં દેશના વિવિધ ભાગો ઉપરાંત બૃહદ ભારતમાંથી પણ કુલ્લ 136 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.  સ્થાનિક વિજેતાઓને ઈનામો અપાયા હતા. બાકીનાઓ માટે વ્યવસ્થા ગોઠવાઈ હતી એવું સંસ્થાના પ્રમુખ નેહા વોરા અને સંયોજિકા પારુલ સોનેએ કહ્યું હતું. સ્પર્ધાના 4થી 12 વર્ષ વય જૂથમાં શર્વરી સમીર પોકારના (પૂના), નેહા નિલેશ શાહ (સોલાપુર), માયરા શર્મા (ગાંધીધામ), 13થી 30 વર્ષ વય જૂથમાં અદિતિ લોડાયા - ગાંધીધામ, કુ. દીક્ષા-બરેલી, દીપ્તિ બારોટ-ગાંધીધામ, 31થી 45 વર્ષ વયમાં ચેતન મોદી-મુંબઈ, સેજલ મોરબિયા-ગાંધીધામ, જૈમિની દોશી-હિંમતનગર અને 45 કે તેથી વધુ વર્ષ વયમાં કૈલાસ ઓઝા-ગાંધીધામ, મમતા ચક્રવર્તી-ગાંધીધામ અને ગાવર રોહિન્દન-નવસારી અનુક્રમે પ્રથમ ત્રણ ક્રમે વિજેતા જાહેર થયા હતા. નિર્ણાયકો તરીકે અમિત બ્રહ્મભટ્ટ-અ'વાદ, ઉત્પલ પટેલ (મુન્નાભાઈ)-મુંબઈ અને ગૌતમ બિરડેન્સુરે સેવા આપી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer