કચ્છમાં શનિ-રવિના લોકડાઉન લાદવા પૂર્વ ધારાસભ્યનું સૂચન

ભુજ, તા. 24 : કચ્છમાં કોરોનાની બીમારીએ વિકરાળ રૂપ ધારણ કર્યું છે ત્યારે વર્તમાન સંજોગોમાં શનિ અને રવિવારે લોકડાઉન અને સાંજે કર્ફ્યુ લાદવા પૂર્વ ધારાસભ્યએ મુખ્યમંત્રી સમક્ષ સૂચન કર્યું છે. પૂર્વ ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ રજૂઆત કરી હતી કે, અત્યારે કચ્છમાં સારા વરસાદનાં પગલે તળાવો અને ડેમો ભરાઈ ગયા છે. પરિણામે રજાના દિવસોમાં હજારો લોકો નિયમો નેવે મૂકીને ફરવા નીકળી પડતા હોવાથી કોરોના સંક્રમણ વધતું જાય છે. અત્યારે જો બીમારીનાં સંક્રમણને નહીં અટકાવવામાં આવે તો હજુ પણ કોરોનાના કેસોની સંખ્યા વધશે, પછી તેના પર કાબૂ મેળવવો મુશ્કેલ બનશે. આ અંગે ચેમ્બર્સ એન્ડ કોમર્સ ફેડરેશનના પ્રમુખ અનિલભાઈ ગોર સાથે ચર્ચા થઈ, તેમણે પણ શનિ અને રવિના લોકડાઉન માટે વેપારીઓને સમજાવવાની ખાતરી આપી છે.  આમ વહીવટી તંત્રની લાલઆંખ થવી જરૂરી છે, તેવું શ્રી છેડાએ સૂચન કર્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer