ગાંધીધામમાં રાષ્ટ્રીયકૃત બેંક સાથે 2.73 લાખની ઠગાઈ

ગાંધીધામ, તા.24 : શહેરની એક બેન્કમાંથી લોન લઈ થોડાક હપ્તા ભરી બાકીના હપ્તા ન ભરતાં એક શખ્સ વિરૂધ્ધ રૂા.2,73,003ની ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.શહેરના ઈફકો (ઉદય નગર)માં આવેલી ઈન્ડિયન ઓવરસીઝ બેન્કમાં હસ્મુદીન તોહીદ શેખ નામના શખ્સે લોન માટે અરજી કરી હતી. આ શખ્સે ગત તા. 9-3-2017માં આ અરજી કરી હતી અને તા.24-3-2017ના તેની અરજી પાસ કરવામાં આવી હતી. આ શખ્સે સુરતની એક કંપનીમાંથી પાંચ સિલાઈ મશીનની ખરીદી કરી હતી. સુરતની આ કંપનીને બેન્કે રૂા.3,01,000 ડિમાન્ડ ડ્રાફટથી મોકલાવી દીધા હતા.રૂા. 4,831ના 60 હપ્તા ભરવાનું નકકી કરાયું હતૃં જે પૈકી આ શખ્સે રૂ.62,588 બેન્કમાં ભરી નાખ્યા હતા. બાદમાં તેણે હપ્તા ભરવાનું બંધ કરી નાખ્યું હતું. બેન્કે  શરત રાખી હતી કે જયાં સુધી હપ્તા ભરાઈ ન જાય ત્યાં સુધી ખરીદેલા આ મશીન તેની દુકાન જયાં આવેલી છે તેવા મંજુ ટાવરમાં જ રાખવા લોકડાઉન દરમ્યાન હપ્તા ન ભરનારા આ શખ્સ પાસે બેન્કના અધિકારીઓ અવાર નવાર જતાં હતા ત્યારે આ શખ્સ હપ્તા ભરી દેવા જણાવતો હતો પરંતુ હપ્તા ભરતો ન હતો.અધિકારીઓએ તેની દુકાનમાં તપાસ કરતાં અંતે દુકાનમાંથી મશીનો પણ ગાયબ હતાં અને પોતે પણ કયાંક નાસી ગયો હોવાનું બહાર આવ્યું હતું તેના વિરૂધ્ધ બેન્કના બ્રાન્ચ મેનેજર નેહાબેન તરૂણ ગાયલે રૂા.2,73,003ની ઠગાઈ, વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer