ભુજમાં દુકાનમાંથી મોબાઇલની ચોરી કરનારને ઝડપી પડાયો

ભુજ, તા. 24 : શહેરમાં મોબાઇલની દુકાનમાંથી રૂા. 17 હજારની કિંમતના ઓપો મોબાઇલ ફોનની તસ્કરી કરનારા શખ્સને ઝડપી પાડી પોલીસે આ કેસનો ભેદ ઉકેલી કાઢયો હતો. ભુજ એ. ડિવિઝન પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ મયૂરસિંહ ઇન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના અન્વયે કડીબદ્ધ પગલા લઇ આ ચોરી બાબતે માધાપર ગામે મતીયા કોલોનીમાં રહેતા દિનેશ દામજી મહેશ્વરીને પકડી પાડી તેની પાસેથી ચોરાઉ મોબાઇલ ફોન કબજે લીધો હતો. આ ગુનાશોધન કાર્યવાહીમાં ઇન્સ્પેકટર એમ.આર.બારોટ સાથે કિશોરસિંહ બી. જાડેજા અને સ્ટાફના સભ્યો જોડાયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer