પરપ્રાંતીય લોકોને મકાન ભાડે આપનારા પોલીસમાં નોંધ કરાવે

ભુજ, તા. 24 : કચ્છ જિલ્લામાં મૂળ રાજ્ય બહારના વતની હોય તેવા લોકોને રહેવા માટે મકાન ભાડે આપનારા મકાનમાલિકો ભાડૂતના આધાર-પુરાવા મેળવી તે વિશેની નોંધ સંબંધિત પોલીસ મથકે કરાવે તેવી પોલીસદળ દ્વારા અપીલ કરાઇ છે. પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જારી કરાયેલી યાદી મુજબ નોંધણી માટે રૂબરૂ ન પંહોચી શકનારા મકાનમાલિકો સિટીઝન પોર્ટલ ઉપર ઓનલાઇન નોંધણી પણ કરાવી શકશે. આ નોંધણી આગામી પાંચ દિવસમાં કરાવી લેવાની તાકીદ કરવા સાથે આ બાબતનો ભંગ કરનારા સામે કલેકટરના જાહેરનામાં ભંગ મુજબ કાયદાકીય કાર્યવાહી કરાશે તેવું પણ જણાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer