કોરોનાથી વધુ એક મોત : નવા 33 કેસ નોંધાયા

ભુજ, તા. 24 : કાતિલ કોરોનાએ કચ્છમાં વધુ એક દર્દીનો ભોગ લીધો છે, તો આ વાયરસના નવા 33 કેસ નોંધાયા છે.આરોગ્ય વિભાગમાંથી મળેલી સત્તાવાર માહિતી અનુસાર આજે નોંધાયેલા 33 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંકડો 1941 ઉપર પહોંચી ગયો છે. જિલ્લામાં ગ્રામ્ય કરતાં શહેરી વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધવાનો દોર યથાવત રહ્યો છે. દરમ્યાન, કોરોનાના કારણે ભુજમાં એક વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. તંત્રના ચોપડે હાલ કોરોનાના 378 એક્ટિવ કેસ છે, 1400થી વધુ દર્દીઓને રજા આપવામાં આવી છે. તંત્રના ચોપડે સત્તાવાર મૃતાંક 62 છે. આ તરફ?રાજ્ય સરકારના આદેશ અંતર્ગત કચ્છમાં પણ ખાનગી લેબ સંચાલકો માટે કોરોના ટેસ્ટ કરવાના નવા ભાવ નિયત કરી અમલવારી કરવાની સૂચના અપાઇ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer