અંજારમાં આરોગ્ય તંત્ર દ્વારા 7078 ઘરનો સર્વે થયો

ભુજ, તા. 24 : અંજાર શહેરી વિસ્તારમાં હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને રોકવા માટે આરોગ્ય તંત્ર દ્વારા તપાસણી આરંભાઇ છે. અંજાર શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે અંજાર તાલુકામાં કોરોનાના નવા કેસોને નજરમાં રાખી સોમવારે અંજાર તાલુકાના આરોગ્ય વિભાગનાઅધિકારી ડો. અંજારિયા તથા તાલુકા આરોગ્ય કચેરીના સુપરવાઈઝર શામજીભાઈ આહીરની અધ્યક્ષતા હેઠળ તમામ સુપરવાઈઝર, એફ.એચ.ડબલ્યૂના બહેનો, ભાઈઓ, આંગણવાડી કાર્યકરો અને શહેરી આરોગ્ય કેન્દ્રની તમામ આશા બહેનોએ ઘેર ઘેર મુલાકાત લઇને આરોગ્યને લગતી કોઇપણ તકલીફ છે કે નહીં તે તપાસ કરી હતી. આરોગ્ય વિભાગની 96 ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં આજના દિવસે 7078 ઘરનો સર્વે કરાયો હતો, જેની કુલ વસતી 18938 હતી, જેમાંથી 3071 લોકો કે જે 60 વર્ષથી વધુ વય ધરાવતા લોકો હતા એમને ખાસ તકેદારી રૂપે ઘરે જ રહેવાની સલાહ આપી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer