ભુજની આઈ.સી.ડી.એસ. કચેરીને પણ હવે લાગ્યું કોરોના સંક્રમણ

ભુજ, તા. 24 : અહીંની આઈ.સી.ડી.એસ. કચેરીમાં પણ હવે કોરોનાએ પગપેસારો કરતાં કર્મચારી વર્તુળમાં ચિંતા ફેલાઈ છે. વર્તુળોના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં કુકમા ગામે એક કાર્યક્રમ યોજાયો હતો. બાદમાં એક મહિલા અધિકારી સંક્રમિત થયા હતા. બાદમાં એક પછી એક ત્રણેક જણને અસર જોવા મળી હતી. હવે તાત્કાલિક કચેરીને સેનિટાઈઝ કરવા માંગ ઊઠી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer