નિ:શુલ્ક લેપટોપ આપવાના મેસેજથી ગેરમાર્ગે ન દોરાવવાની અપીલ

ભુજ, તા. 24 : ઓનલાઈન શિક્ષણના ચાલતા દોર વચ્ચે સરકાર વિદ્યાર્થીઓને નિ:શુલ્ક લેપટોપ આપશે તેવા સોશિયલ મીડિયામાં વહેતા થયેલા મેસેજથી ગેરમાર્ગે ન દોરાવવા અપીલ કરવામાં આવી છે. કચ્છ યુનિ.ના ઈન્ચાર્જ કુલસચિવ ડો. મનીષ પંડયાએ કહ્યું કે, કોલેજ કક્ષાએ આવી કોઈ યોજના ઘડવામાં આવી નથી. વધુમાં પ્રવેશ આપવાના નામ કે પછી નોકરી અપાવવાના નામે કોઈ સંદેશ વહેતા થાય તો તેને ગંભીરતાથી ન લેવાની અપીલ કરાઈ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer