પૂર્વ કચ્છમાં ત્રણ જણનાં અકાળ મૃત્યુ

ગાંધીધામ, તા. 24 : તાલુકાના પડાણા નજીક પંચરત્ન કોમ્પલેક્ષ સામે માર્ગ ઓળગવા જતા અશ્વિનીકુમાર રાજેન્દ્ર પ્રસાદ સ્વામી (ઉ.વ.37)ને ટ્રેઈલરે હડફેટેમાં લેતાં તેનું મોત થયું હતું. બીજી બાજુ ગાંધીધામના સુંદરપુરીમાં મનજી કલ્યાણ  ધેડા(ઉ.વ.40)  નામના યુવાને ગળેફાંસો ખાઈપોતાનુ જીવન ટૂકાંવી લીધુ હતું.તેમજ અંજારના ખેડોઈમાં ડેમમાં નહાવા પડેલા રમેશ ચતુર પારાધી(ઉ.વ.25) નામના યુવાનનું ડૂબી  જવાથી મોત થયું હતું. અંજારના શાંતિધામમાં પ્લોટ નંબર 252માં રહેનારો અશ્વિનીકુમાર નામનો યુવાન પડાણા નજીક આવેલી લાઈટની એક દુકાનમાં કામ કરતો હતો તે પડાણા નજીક પંચરત્ન કોમ્પલેક્ષ પાસે બપોરના  ગાળામાં ગયો  હતો. આ યુવાન માર્ગ ઓળગી રહ્યો હતો  તે દરમ્યાન ટેઈલર નંબર જી.જે.12.એ.ઝેડ.6325ના ચાલકે તેને હડફેટમાં લીધો હતો તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.  આ ટેઈલર ચાલક વિરુધ્ધ નરેન્દ્રકુમાર રાજેન્દ્રપ્રસાદ સ્વામીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.બીજી બાજુ ગાંધીધામના શકિતનગર મકાન નંબર ડી-40ની સામે જુની સુંદરપુરીમાં બનાવ બન્યો હતો. અહીં સિલાઈની દુકાન ધરાવનારો  મનજી ધેડા નામનો યુવાન છેલ્લા બે -ત્રણ  દિવસથી સુનમુન રહેતો હતો.દરમ્યાન ગઈકાલે રાત્રે તેણે પોતાની દુકાનમાં આડીમાં રસ્સી બાંધી ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. આ બનાવ પછવાડેનું કારણ બહાર આવ્યું નથી.વધુ એક અપમૃત્યુનો બનાવ ખેડોઈ નજીક ડેમમાં બન્યો હતો. રમેશ પારાધી અને વિપુલ નામના યુવાનો ગઈકાલે સાંજે આ ડેમમાં નહાવા પડયા હતા. દરમ્યાન રમેશ નામનો યુવાન ડૂબી જતાં તેનું મૃત્યુ થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer