સગીરાના અપહરણ-બળાત્કાર કેસમાં આરોપીના જામીન મંજૂર

ભુજ, તા. 24 : સગીર વયની કન્યાનું અપહરણ કરીને તેના ઉપર બળાત્કાર ગુજારવાના પોકસો ધારા સહિતના નખત્રાણા પોલીસ મથકમાં દાખલ થયેલા ફોજદારી કેસમાં આરોપી નૂરમામદ ઇશાક કુંભારને જામીન આપતો આદેશ કરાયો હતો. પોકસો ધારાના કેસો માટેના ખાસ ન્યાયાધીશ સમક્ષ આ જામીન અરજીની સુનાવણી થઇ હતી. બન્ને પક્ષને સાંભળ્યા બાદ ન્યાયાધીશે જામીન મંજૂર કરતો આદેશ કર્યો હતો. આ સુનાવણીમાં આરોપીના વકીલ તરીકે એમ.એ.ખોજા, એસ.જી. માંજોઠી અને અમન સમા રહ્યા હતા. - દેશી દારૂના કેસમાં જામીન : બીજીબાજુ નખત્રાણા તાલુકાના નિરોણા પોલીસ મથકમાં દાખલ થયેલા દેશી દારૂ બનાવવાના 100 લિટર આથાના કેસમાં મહિલા આરોપી નિરોણાના ધનુબા સોમાસિંહ ભાટીને જામીન આપતો આદેશ જિલ્લા અદાલતે કર્યો હતો. આ સુનાવણીમાં આરોપીના વકીલ તરીકે ગોપાલ કે. ગઢવી રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer