ભુજમાં લોખંડના પંચથી હુમલો કરાતાં યુવાનને ગંભીર ઇજા

ભુજ, તા. 24 : શહેરમાં કોટ અંદરના વિસ્તારમાં કંસારા બજાર સ્થિત વ્હોરા ફળિયામાં લોખંડના પંચ અને લાકડી વડે થયેલા હુમલામાં ફરહાન મૈસીન રફીક બાયડ (ઉ.વ.21) નામના યુવાનને નાકમાં ફ્રેકચર સહિતની ઇજા થઇ હતી. પોલીસે આપેલી માહિતી મુજબ ગતરાત્રે અગિયારેક વાગ્યાના સુમારે બનેલી આ ઘટના બાબતે ફરહાને આફતાબ ખાટકી અને સોયબ કુંભાર સામે એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ લખાવી હતી.  ફળિયામાં બહાર બેસવા બાબતે ગાળાગાળી કરવા સાથે આરોપીઓ દ્વારા આ હુમલો કરાયો હતો તેમ ફરિયાદમાં લખાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer