ભચાઉનો એક વર્ષથી ભાગેડુ આરોપી પોલીસે પકડયો

ગાંધીધામ,તા.24: રેન્જ સ્તરની પોલીસ ટુકડીએ ભચાઉના દારૂના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા એક આરોપી પકડી પાડયો હતો.આર.આર સેલ પોલીસ ટીમે  ભચાઉ પોલીસ મથકના ચોપડામાં  નોંધાયેલા અને છેલ્લા એક વર્ષથી પોલીસને હાથ તાળી આપી નાસતા ફરતા આરોપી યશપાલસિંહ ઉર્ફે એસ.આર. રાજુભા  જાડેજા( રહે. નવી મોટી ચીરઈ.તા.ભચાઉ) ને જૂની મોટી ચીરઈ પાસે દબોચી લીધો હતો. આ આરોપીને ભચાઉ પોલીસ મથકે સોંપાયો હતો.આ કામગીરીમાં પોલીસ  મહાનિરીક્ષક જે. આર. મોથાલિયાના માર્ગદર્શન તળે પી.આઈ બી. એસ. સુથારની રાહબારી હેઠળ પી.એસ.આઈ.એન.વી રહેવર, પો.હે.કો. મહેન્દ્રસિંહ જાડેજા, પો.કો. ભાવિન બાબરિયા,જનકભાઈ લકુમ હરપાલસિંહ જાડેજા વગેરે જોડાયા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer