પિસ્તાકાંડ : પાંચ પોલીસ કર્મીને પકડવા ટીમ

ગાંધીધામ, તા. 24 : અંજારના મેઘપર બોરીચી નજીક દોઢ કરોડના પિસ્તાકાંડમાં સંડોવણી ખુલ્યા બાદ પાંચ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા હતા. ભૂગર્ભમાં ઉતરી ગયેલા આ પાંચ કર્મીઓને ઝડપી પાડવા એક ટીમ બનાવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.મેઘપર બોરીચી નજીક દોઢ કરોડના પિસ્તા લૂંટ કાંડમાં હજુ ચાર શખ્સોની અટક કરાઈ છે. અન્ય પકડવાના બાકી છે. તેવામાં ખેડોઈની સીમમાં દરોડો પાડવા પહોંચી જનારા ચાર અને પાછળથી આવેલા એક એમ પાંચ પોલીસ  કર્મચારીઓની બેદરકારી, સંડોવણી બહાર આવતા પાંચેયને સસ્પેન્ડ કરાયા હતા. ત્યારથી આ પાંચ કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. તેમને પકડી પાડવા માટે જિલ્લા સ્તરેથી એક ટીમની રચના કરાઈ હોવાનું બહાર આવ્યું છે. અલબત્ત પોલીસ વડા  કે અન્ય કોઈ અધિકારીઓનો સંપર્ક ન થતાં આ વાતને સત્તાવાર સમર્થન પ્રાપ્ત થયું ન હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer