ભુજમાં સગીર વયની કન્યાના અપહરણ મામલે ગુનો નોંધાયો

ભુજ, તા. 24 : શહેરમાં 15 વર્ષની વયની કન્યાનું અપહરણ કરી જવા બાબતે ભુજમાં કેમ્પ વિસ્તારમાં માનસિક આરોગ્યની હોસ્પિટલ પાછળ રહેતા આશિષ પુન્નાલાલ હંસ (વાલ્મીકિ) સામે ગુનો દાખલ કરાવાયો હતો. કન્યાના પિતાએ લખાવેલી ફરિયાદને ટાંકીને પોલીસ સાધનોએ વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરમાં આર.ટી.ઓ. સાઇટ સ્થિત રાજવી નગર વિસ્તારમાંથી આરોપી કન્યાને લઇ ગયો હતો. બી. ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેકટર એસ.બી.વસાવાએ કેસની તપાસ હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer