જિલ્લા-તાલુકાના અનામત રોટેશનથી ચોવીસીના મોટાં માથાં કપાશે : કેરામાં બધુંય અનામત

વસંત પટેલ દ્વારા-  કેરા, તા. ભુજ, તા. 24 : દર પાંચ વર્ષે બદલતા રોટેશનના કારણે સમગ્ર કચ્છમાં જિલ્લા-તાલુકા બેઠકો પર અનામતમાં ઘણાં ફેરફાર થયા છે જેના કારણે અમુક ઉમેદવારોની પરંપરાગત બેઠકો ફરી જતાં આવનારી ચૂંટણીમાં મોટાં માથાને તક નહીં મળે. કેરામાં ગ્રામ પંચાયતથી જિલ્લા સુધી અનુ. જાતિ અનામત આવી છે તે પણ એક ઇતિહાસ છે. અનામત રોટેશન ગોઠવાય કે તરત રાજકીય વર્તુળોમાં ગોઠવણ થવાની ચર્ચાઓ જાગતી હોય છે. શંકા-કુશંકાઓના જાળાં જામતા રહે છે પરંતુ વાસ્તવિકતા એવી છે કે એ.બી.સી.ડી.ના ક્રમે પાંચ પાંચ બેઠકોના ક્રમ બદલતા રહે છે. વધુમાં વધુ ત્રી કે પુરુષ બેઠક ફેરફાર કરી શકાય પણ 50 ટકાનો ભારાંક એમાં પણ જળવાવો જરૂરી રહે છે. આ વખતે થયેલા ફેરફારમાં સૌથી મોટી ચર્ચા સુખપર બેઠકની છે. અહીં ઘણી ટર્મથી પટેલ પુરુષ ચૂંટાતા આવ્યા છે. ભાજપ તરફથી સરલીના વિશ્રામ રાબડિયા પછી અરવિંદ પિંડોરિયા દાવેદારી નોંધાવતા આવ્યા છે અને જીત્યા છે. જિલ્લા ભાજપનું મોટું માથું ગણાતા શ્રી પિંડોરિયા હવે ક્યાંથી દાવેદારી નોંધાવે છ?ઁ તે જોવાનું રહ્યું. માધાપર પુરુષ બિનઅનામત છે એટલે હાલના સભ્ય કૌશલ્યાબેન માધાપરિયા કે જયંતભાઇ માધાપરિયા માટે આનંદનો વિષય હોઇ શકે, નારાણપર બેઠક પણ ત્રી  અનુ. જાતિ જાહેર થઇ છે જ્યારે કેરામાં તો જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત ત્રણેય જગ્યાએ અનુ. જાતિ અનામત હોવાથી તે વર્ગના ઉમેદવારને સેવાની તક મળશે તે પણ એક ઇતિહાસ છે. કેરા બેઠક પર તો ભેંસ ભાગોળે જેવો તાલ છે. અમુક મુરતિયાઓ તો વોટ્સએપ ગ્રુપ બનાવી પોતાને અત્યારથી પ્રોજેકટ કરી રહ્યા છે. હાલ અહીંથી જિ.પં. ઉપપ્રમુખ નિયતિબેન પોકાર (કોટડા) ચૂંટાયા હતા તે  પહેલાં નવીનભાઇ પાંચાણી અને તુલસાબેન વાઘજિયાણી જીત્યા હતા. આ વખતે બેઠક ફરતાં અમુકના અરમાન પર પાણી ફરી વળ્યા છે. તાલુકા પંચાયતમાં માધાપરની ચાર બેઠકો છે જે તમામ સમાન્ય ત્રી છે. સુખપરની બે બેઠક સામાન્ય પુરુષ છે.સરપ્રદ વાત એ છે કે આ વખતે જ્ઞાતિ સમીકરણમાં બિનઅનામત પુરુષ જિ.પ્રમુખ હોય તો ચોવીસીના પટેલ ઉમેદવાર રેસમાં હોય તેમાં પણ અરવિંદભાઇ પિંડોરિયા એક સબળ દાવેદાર ગણી શકાય એ બેઠક ફરતાં માધાપરમાં જીતેલા ઉમેદવાર માટે સરળતા થઇ છે.  રોટેશનની ચર્ચા સાથે હવે કોને મત આપવાનો છે તે ચર્ચા ચોવીસીના રાજરસિયા કરી રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer