મર્યાદિત સ્ટાફ વચ્ચે નુકસાની સર્વેની કામગીરી પાર પાડવી કપરી બનશે

અંજાર, તા. 24 : તાલુકા ગ્રામ પંચાયત સંગઠનની કારોબારી મિટિંગ યોજવામાં આવી હતી જેમાં તાલુકાની ગ્રામ પંચાયતોમાં 100 પશુએ 40 એકરના નિયમ પ્રમાણે ગૌચર મંજૂર થાય, ગૌચરના 7-12 બને અને માપણી કરી ડિમાર્કેશન થાય તે માટે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી તેમજ અંજાર તાલુકામાં અતિવૃષ્ટિથી ખરીફ પાકને વ્યાપક નુકસાન થતાં અને ખરીફ પાક 100 ટકા નિષ્ફળ જતાં અંજાર તાલુકાની 56 ગ્રામ પંચાયતોના તમામ ગામોના ખેડૂતોને સર્વે કરી વળતર ચૂકવવા સર્વેની કામગીરી ગ્રામસેવક અને તલાટી મંત્રી દ્વારા હાથ?ધરાઇ?છે. ગ્રામસેવકને સરેરાશ 10થી વધુ ગામોની સર્વેની કામગીરી સોંપવામાં આવી છે અને સરકારે 10 દિવસમાં તમામ ગામોના તમામ ખેડૂત ખાતેદારોના ગામોના જી.પી.એસ.થી સર્વેની કામગીરી પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવેલું છે જે આટલા ટૂંકાગાળામાં મર્યાદિત સ્ટાફ સાથે શક્ય નથી. તેમાં અન્ય સ્ટાફને જોડી અને સમયમર્યાદા વધારવા તેમજ કોઇપણ ખેડૂત ખાતેદાર સર્વેની કામગીરીથી રહી ન જાય તેની ખાસ કાળજી રાખવા રજૂઆત કરાઇ હતી. અંજાર તાલુકાના ગામોમાં ભેંસોના મૃત્યુ બાબતે પશુપાલન સારવાર, રસી અને વળતર બાબતે તેમજ ગ્રામના રસ્તાઓના ધોવાણ બાબતે, કિસાન સહાય નિધિમાં બાકી રહેલ ખેડૂતોને સહાય બાબતે તેમજ 15મા નાણાપંચમાં પંચાયત નક્કી કરે તેવાં કામો જેવાં કે સી.સી.ટી.વી. કેમેરા જેવા કામોમાં વાપરવા, રામપર ગામમાં વીજ પુરવઠા માટે તૈયાર થયેલું 66 કે.વી. સબ સ્ટેશન છેલ્લા ત્રણ વર્ષથી બની તૈયાર છે જેને કાર્યરત કરવા બાબતે રજૂઆત કરાઇ હતી. અંજાર તાલુકા ગ્રામ પંચાયત સંગઠનના પ્રમુખ?સામજીભાઇ ધનજીભાઇ હિરાણી, ઉપપ્રમુખ રાંભઇબેન રમેશભાઇ?ડાંગર, ધનજીભાઇ આલાભાઇ મહેશ્વરી, મહામંત્રી બાબુભાઇ?ભીખાભાઇ ચવચેટા, મંત્રી કોકિલાબેન પ્રકાશભાઇ મોથલિયા, ખજાનચી ધીરુભાઇ અરજણભાઇ?પરમાર તથા ચૌહાણ રમાબેન મૂળજીભાઇ, અનિતાબેન વિનોદભાઇ?ચૌહાણ, દિનેશભાઇ?ડુંગરિયા, દક્ષાબેન જે.ચાવડા, ખેરાજભાઇ?કે. મહેશ્વરી, ભૂમિતભાઇ વાઢેરે હાજર રહી ચર્ચામાં ભાગ લીધો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer