રોહિતના આક્રમક 80 રનથી કોલકતા સામે મુંબઇના 5/195

અબુધાબી તા.23: રોહિત શર્માની 80 રનની આક્રમક કેપ્ટન ઇનિંગ અને સૂર્યકુમાર યાદવના 47 રનની મદદથી આજના આઇપીએલના મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ સામે મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં પ વિકેટે 19પ રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. આથી કેકેઆર સામે જીતનું 196 રનનું લક્ષ્યાંક આવ્યું હતું. કોલકતા નાઇટ રાઇડર્સના સુકાની દિનેશ કાર્તિકે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી. મુંબઈ ઇન્ડિયન્સની શરૂઆત સારી રહી ન હતી. ડિ'કોક માત્ર 1 રને શિવમ માવીનો શિકાર બન્યો હતો. આ પછી સુકાની રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે કેકેઆરના બોલરોને મચક આપ્યા વિના ઝડપી બેટિંગ કરીને મુંબઇને સધ્ધરતા બક્ષી હતી. બન્ને વચ્ચે પ8 દડામાં 90 રનની બીજી વિકેટમાં ભાગીદારી થઇ હતી. સૂર્યકુમાર યાદવ 39 દડામાં 28 દડામાં 6 ચોકકા અને 1 છકકાથી આક્રમક 47 રન કરીને રન આઉટ થયો હતો. યાદવના આઉટ થયા બાદ મુંબઇના સુકાની રોહિત શર્માએ ત્રીજા ગીયરમાં બેટિંગ શરૂ કરીને કોલકતાને ભીંસમાં લીધું હતું. જો કે આખરી ઓવરોમાં રન રફતાર વધારવાના ચકકરમાં રોહિત શર્મા પ4 દડામાં 6 છકકા અને 3 ચોકકાથી ધૂંઆધાર 80 રન કરીને શિવમ માવીના દડામાં લોંગ ઓન પર કેચ આઉટ થયો હતો. જયારે હાર્ડ હીટર હાર્દિક પંડયા 13 દડામાં 2 ચોકકા-1 છકકાથી 18 રન કરીને રસેલની બોલિંગમાં કમનીસબ પણે હીટ વિકેટ આઉટ થયો હતો. પોલાર્ડે 7 દડામાં 13 રને અને કુણાલ 1 રને અણનમ રહયા હતા. શિવમ માવીએ બે અને રસેલ-નારાયણે 1-1 વિકેટ લીધી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer