ફ્રેંચ ઓપન ક્વોલીફાયર્સમાં અંકિતા રૈના બીજા રાઉન્ડમાં

પેરિસ, તા.23: ભારતની યુવા અને પ્રતિભાશાળી મહિલા ટેનિસ ખેલાડી અંકિતા રૈનાએ ફ્રેંચ ઓપન ક્વોલીફાયર્સ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. અંકિતાએ પહેલા રાઉન્ડમાં જોવાના જોવિકને 6-4, 4-6 અને 6-4થી હાર આપી હતી. બીજા રાઉન્ડમાં તેણીની ટક્કર જાપાનની ખેલાડી કુરમી નારા સામે થશે. ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટના મુખ્ય ડ્રોમાં પહોંચવા માટે અંકિત રૈનાને હજુ બે જીત જરૂરી છે. પુરુષ વિભાગમાં ભારતનો પ્રજનેસ ગુણેશ્વર પણ બીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. જ્યારે સુમિત નાગલ અને રામકુમાર રામનાથન પહેલા રાઉન્ડમાં જ હારીને ફ્રેંચ ઓપન ક્વોલીફાઇ ટૂર્નામેન્ટની બહાર થઇ ગયા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer